વિશ્વ હોમીયોપેથી દિવસ નિમિતે મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નિઃશુલ્ક હોમીયોપેથી કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોમીયોપેથી ચિકિત્સા પદ્ધતિ અને આડઅસર મુક્ત હોમીયોપેથી અંગે સમજણ આપવામાં આવશે.
વિશ્વમાં ૧૦ એપ્રિલના દિવસને વિશ્વ હોમયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત મોરબી દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નિઃશુલ્ક હોમીયોપેથી કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોમયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે માર્ગદર્શન અને આડઅસર વગરની હોમયોપેથી સારવાર અંગે સમજણ આપવામાં આવશે. જેમાં ૦૭/૦૪ માં રોજ ટંકારાના નાના ખીજડીયા ખાતે, ૦૮/૦૪ ના રોજ મોરબીના કૃષ્ણનગર કોયલી ખાતે, ૦૯/૦૪ ના રોજ માળિયાના સરવડ ખાતે અને ૧૦/૦૪ ના રોજ હળવદ તાલુકામાં અને મોરબીમાં મેગા કેમ્પ યોજવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાના સરકારી હોમીયોપેથી મેડિકલ ઓફિસરો ડૉ. જે.પી. ઠાકર, ડૉ. એન .સી. સોલંકી અને ડૉ. હેતલબેન હળપતિ સેવા આપશે.