મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આગામી તારીખ : 3 અને 4 ઓક્ટોબર સવારે 10:00 થી 4:00 સુધી આયોજન મયૂર હોસ્પિટલ. ઝૂલતા પુલ પાસે, સ્વામિનારાયણ મંદિરની સામે કરવામાં આવનાર છે. જેમાં સ્તન કેન્સર – ગર્ભાશય મુખનું કેન્સરની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શરમ સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે. સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે. સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 આસપાસ હોય છે. આ કેમ્પમાં 35 વર્ષથી ઉપરના બહેનો ટેસ્ટ કરાવી શકશે. જેમાં સ્વ.નલિનભાઈ છનીયારા ના સ્મરણાર્થે, હ.નીલાબેન નલિનભાઈ છનીયારા પરિવાર આર્થિક સહયોગી રહેશે. ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આયોજિત આ કેમ્પમાં મોબાઈલ કેન્સર ડિટેક્શન વાન દ્વારા વિનામૂલ્યે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર આધુનિક પદ્ધતિથી આ ટેસ્ટ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે મયૂરીબેન કોટેચા – 9275951954, પ્રીતિબેન દેસાઈ – 9979329837, રંજનાબેન સારડા – 9726599930, નયનાબેન બારા – 8530531830, શોભનાબા ઝાલા – 9979329837, જ્યોતિબેન વિઠ્ઠલપરા – 9624922933, મનિષાબેન ગણાત્રા – 8238282420 નો સંપર્ક કરવો અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.