મોરબી શ્રી ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ-૩ નવાડેલા રોડ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન
મોરબી શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા પરિવાર દ્વારા દર બે મહિને નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત કેમ્પ નં ૧૮૭ના દાતાશ્રી સ્વ.શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ.સરોજબેન પ્રફુલભાઇ દોશી, સ્વ.રેશ્માબેન તથા સ્વ.રીતેશ દોશી મોરબી હસ્તે મેહુલભાઈ પ્રફુલભાઇ દોશી તરફથી આગામી તા.૧૮મી મે થી તા.૧૯ મે ૨૦૨૪ એમ બે દિવસ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઇ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા.૧૮મી મે ના શનિવારે સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા.૧૯મી મે ૨૦૨૪ના રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઇ વોરાના મો. ૯૫૩૭૦૯૯૨૧૯ માં અગાઉથી નોંધણી કરવી તેમજ કેમ્પમાં આવો ત્યારે પોતાના જુના જે તે કેસ-પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહની પ્રેસ-યાદીમાં જણાવવામાં આવ્યું છે.