આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની સૂચના મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપથી ની:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આયુર્વેદ નિદાન અને સારવાર લાભાર્થી – 87, હોમીઓપેથી નિદાન અને સારવાર લાભાર્થી -130, યોગ પ્રશિક્ષણ -200, કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક શમશમની વટી લાભાર્થી -762, કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક હોમિયોપથી દવા Ars.alb.30 લાભાર્થી 432 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. જે.પી. ઠાકર. (મે. ઓ.હોમિયોપથી ટંકારા), ડો. એન. સી. સોલંકી. (મે. ઓ. હોમીઓપેથી નવા ઘનશ્યમગઢ તા. હળવદ), ડો. વિજય નંદેરિય (મે. ઓ. હોમીઓપેથી કોયલી તા.મોરબી), ડો. દિલીપ વિથલપરા (મે. ઓ. આયુર્વેદ પીપળીયા રાજ તા.વાંકાનેર), ડો. વિરેન ઢેઢી (મે. ઓ.આયુર્વેદ લખધિરનગર) મોરબી જિલ્લાના સરકારી આયુર્વેદ તથા હોમિયોપથી તબીબોએ સેવા આપી હતી.