મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળામાં ડો.હસ્તલેખા મેહતા(હસ્તીબેન) 400 બાળકોનું નિદાન કરી જરૂરી દવાઓ આપી.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની સુખાકારી માટે અનેકવિધ કેમ્પો કરવામાં આવે છે, હિમોગ્લોબીન ચેકિંગ કેમ્પ,બ્લડ ગ્રૂપિંગ ચેકિંગ વગેરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ અન્વયે આજ રોજ તારીખ ૨/૨/૨૬ ના કેમ્પ ૨૧૫ માતૃશ્રી સ્વ.ચંપાબેન ઉમેચંદ સંઘવી હસ્તે.ડો. એન.યુ.સંઘવીના સૌજન્યથી બાલ વાટિકાથી ધો.5 નો નિદાન અને સારવાર કેમ્પ તેમજ કેમ્પ ૨૧૬ શ્રી પ્રવિણભાઈ ધીરજલાલ કારીયા( ઘોઘુભાઇ )ના સૌજન્યથી ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓનો નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં 400 ઉપર વિદ્યાર્થીઓ તેમજ એસએમસી સભ્યો અને શિક્ષકોને ચેક કરી નિદાન કરી સારવાર માટે ત્રણ દિવસની દવાઓ તેમજ કફ સીરપ વગેરે આપ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ડો.હસ્તલેખા મહેતા(હસ્તીબેન) ,
નિવૃત્ત આચાર્ય ફિરોઝભાઈ બગથરીયા, કૌશિકાબેન રાવલ , રશ્મિનભાઇ મહેતા પ્રિન્સિપાલ દિનેશભાઇ વડસોલા તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.









