લજાઇ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ નિદાન કેમ્પમાં ડો. મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ) દ્વારા મોતીયો, જામર, વેલ, પરવાળા તથા બાસુરની તપાસ કરવામાં આવશે. પરંતુ કેમ્પમાં આંખના નંબર ચેક કરી આપવામાં આવશે નહિ. તેમજ ડો. જીજ્ઞાસા એમ. પનારા (ડો. પી.આર. ભીલા સાહેબ કિલનિક) દ્વારા ચામડીના તમામ પ્રકારના રોગ જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરિયાશસ, ખીલ, શીતળ, એલર્જી, ગુમડાં જેવા અનેક રોગનું નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવશે. તેમજ ડો. અમિત એમ. બોડા (અમિધારા બાળકોની હોસ્પિટલ) નવજાત શિશુ તેમજ બાળરોગના નિષ્ણાત દ્વારા સેવા આપવામાં આવશે. તેમજ ડો. ડિમ્પલ વિરમગામા (અંબાણી) (સ્વસ્તિક વુમન હોસ્પિટલ) પ્રસુતિ – સ્ત્રી રોગ તેમજ વંધ્યત્વ નિષ્ણાત સેવા આપશે. જે નિદાન કેમ્પ આવતીકાલે સવારે ૯ થી ૧૨ સુધીમાં લજોઈનાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે. જેમાં અગાઉ ફોન ઉપર અપોઇમેઇન્ટ લેવી ફરજીયાત છે. તેમજ કેમ્પમાં આવો ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.