મોરબી મહાનગર પાલિકાની એક યાદી અનુસાર, મોરબી શહેરના વિવિધ અર્બન આરોગ્ય કેન્દ્રો અને અર્બન આયુષ્માન આરોગ્ય મંદિરોમાં દર શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી બિન-ચેપી રોગોના નિદાન માટે નિઃશુલ્ક નિદાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા જાહેર જનતાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. મોરબી શહેરના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન આયુષ્માન આરોગ્ય મંદિરોમાં દર શુક્રવારે બિન-ચેપી રોગો(નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) માટે નિઃશુલ્ક નિદાન સેવા શરૂ કરવામાં આવી છે. બિન-ચેપી રોગો એવા રોગો છે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સીધા પ્રસારિત થતા નથી. આમાં હૃદય રોગ, કેન્સર, હાયપરટેન્શન, ડાયાબિટીસ, અને ક્રોનિક કિડની વિગેરે રોગો જેવા ગંભીર રોગોનો સમાવેશ થાય છે.
મોરબી શહેરના નાગરિકોને વિનામૂલ્યે આ આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે મોરબી મહાનગર પાલિકા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર-શનાળા બાયપાસ પાસે, અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ-પરષોતમ ચોક રવાપર રોડ, અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્ર વિસીપરા-ફૂલછાબ કોલોની વીસીપરા, અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્ર સો-ઓરડી-જીલ્લા પંચાયત સામે સો-ઓરડી, અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્ર વાવડી રોડ-આશાપુરા પાર્ક વાવડી રોડ, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર-મોરબી-૨, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી-મોરબી-૨, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર આવાસ યોજના-દલવાડી સર્કલ પાસે, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર બોરિયા પાટ્ટી-કેનાલ રોડ, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા- વીસીપરા, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર-નવલખી રોડ જે મુજબના કેન્દ્રો પાર સેવા મવી શકો છો. આ સાથે મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.