Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થીઓને એક જ દિવસે નિઃશુલ્ક અનાજ વિતરણ

મોરબી જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થીઓને એક જ દિવસે નિઃશુલ્ક અનાજ વિતરણ

વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિઃ લાભાર્થીઓ સાથે કર્યો ભાવાત્મક સંવાદ

- Advertisement -
- Advertisement -

નવ દિવસના સેવાયજ્ઞનો લાભ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – મંત્રી જયદ્રથસિંહ પરમાર

ગુજરાતના અંદાજિત ૭૨ લાખ પરિવારોને એટલે કે ૩.૫ કરોડ લોકોને વ્યક્તિ દીઠ NFSA અંતર્ગત વિનામૂલ્યે પાંચ કિલો અનાજ આપવાનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત મોરબી એપીએમસી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ મોરબી જિલ્લાના ૧ લાખથી વધુ પરિવારો અને ૫ લાખથી વધુ વ્યક્તિઓને મફત અનાજ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કૃષિ તેમજ પંચાયત પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)ના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ પૂર્ણ થયા તેનો આ સેવાયજ્ઞ આરંભ કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞનો લાભ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સબળ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યએ પાંચ વર્ષ દરમિયાન જનકલ્યાણ તેમજ લોકકલ્યાણના કાર્યો કરી કોઇપણ નાગરિક ભૂખ્યો ન રહે અને તમામને અન્નો અધિકાર મળે તે સુરક્ષિત કર્યું છે.

વધુમાં મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફળ અને પરિણામલક્ષી નેતૃત્વથી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. દરિદ્રનારાયણ અને છેવાડાના માનવીની ભૂખ સંતોષવા માટે રાજ્ય સરકારે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન પણ સફળતાપૂર્વક કામગીરી કરી છે.

આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવા માટે રાજ્ય સરકાર વિવિધ લોકભોગ્ય યોજનાઓ થકી પુણ્યશાળી કાર્ય કરી રહી છે. સૌને અન્ન, સૌને પોષણ, ગરીબોને મફત અનાજ વિતરણ સંબંધિ વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું કે, પાંચ વર્ષ પૂર્ણ થયા તેની આ કોઇ ઉજવણી નહીં પરંતુ સરકારે કરેલા કામો લોકો સમક્ષ મુકીને વચનો પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ થયા છીએ.

મંત્રી જયદ્રથસિંહ પરમાર અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, એપીએમસીના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપ સંગઠન પ્રમુખ લાખાભાઇ જારીયા, અગ્રણી જિગ્નેશ કૈલા ઉપરાંત જિલ્લા વહિવટી તંત્રમાંથી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર ડી.એ. જાડેજા, તેમજ પુરવઠા વિભાગના કર્મચારીઓ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!