Monday, January 27, 2025
HomeGujaratસ્વજનની પુણ્ય તિથિ નિમિત્તે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા ગરમ કપડાંનું નિઃશુલ્ક વિતરણ

સ્વજનની પુણ્ય તિથિ નિમિત્તે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા ગરમ કપડાંનું નિઃશુલ્ક વિતરણ

કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા શુભ આશયથી સ્વ.હસુમતીબેન મણીલાલ દવે ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ૨૫૦ સાલ ૨૫૦ ટોપી સહિત ગરમ જેકેટ અને ગરમ ટોપીનું નિઃશુલ્ક વિતરણ કરાયું

- Advertisement -
- Advertisement -

આજરોજ હળવદ ખાતે પાટિયા ગ્રુપ દ્વારા સ્વ.હસુમતીબેન મણીલાલ દવે ની દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે આ કડકડતી ઠંડી માં મધ્યવર્ગીય પરિવાર ના સભ્યો ને રાહત મળે તેવા શુભ આશય થી ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું જેમાં ૨૫૦ ગરમ કચ્છી ભરત ભરેલી ઉચ્ચ ગુણવતા વાળી સાલ તેમજ ૨૫૦ આકર્ષક ગરમ ટોપી અને સારી ક્વોલિટી ના ૨૦ જેકેટ અને ૨૦ સ્વેટર એમ કુલ ૫૪૦ નંગ ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્ય ની એક વિશેષતા એ હતી કે આ ગરમ કપડાં જેમને જરૂર હતી તેમને તેમના ઘર આંગણે પહોચાડવામાં આવ્યા હતા કોઈ જાહેર વિતરણ કાર્યક્રમ ની જગ્યા એ પાટિયા ગ્રુપ ના સભ્યો દ્વારા તેઓના ઘરે અથવા દુકાને રૂબરૂ જઇને સન્માન પૂર્વક આ ગરમ કપડાં પહોચાડવામાં આવ્યા હતા.

ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યમ વર્ગીય પરિવાર કે જેઓ ની સીમિત આવક હોઈ છે અને પરિવાર નું ગુજરાન સીમિત આવક માંથી ચલાવવું પડતું હોય છે ત્યારે આ પરિવારો પોતાની વ્યથા કોઈ ને કહી પણ શકતા નથી ત્યારે આવા પરિવારો સુધી આ કડકડતી ઠંડી માં રાહત મળે તેવા શુભ આશય થી ગરમ કપડાં પહોચાડવામાં આવ્યા હતા.

ત્યારે આ સેવાકાર્ય દ્વારા સ્વ. હસુમતીબેન દવે ને તેમના પુત્રો ધર્મેન્દ્રભાઈ દવે – જીતુભાઈ દવે અને વિપુલભાઈ દવે (બિલ્ડર અમદાવાદ) દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!