Thursday, December 18, 2025
HomeGujaratમોરબીના યુવાનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્રી ફિટનેસ ટ્રેનિંગ કેમ્પ, લશ્કરી-પોલીસ...

મોરબીના યુવાનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્રી ફિટનેસ ટ્રેનિંગ કેમ્પ, લશ્કરી-પોલીસ ભરતી માટે સશક્ત તૈયારી

મોરબી જીલ્લાના યુવાનો અને યુવતીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી તથા લોકરક્ષક દળ (પોલીસ) ભરતીને ધ્યાનમાં રાખી ફ્રી ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું છે. ફિઝિકલ ફિટનેસ, શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવતા આ કેમ્પથી અગાઉ અનેક યુવાનો વિવિધ ભરતીમાં સફળ થયા છે. પાત્ર યુવાનોને રજીસ્ટ્રેશન કરીને આ સુવર્ણ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના યુવાનો અને યુવતીઓ માટે લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવાની એક મહત્વપૂર્ણ તક યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આવનારી સરકારી ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને યુવાનો ફિટનેસના અભાવે પાછળ ન રહી જાય તે હેતુસર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્રી ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગ કેમ્પનો ઉદ્દેશ માત્ર ભરતી પરીક્ષાની તૈયારી પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, દેશપ્રેમ તથા મજબૂત જીવનદૃષ્ટિ વિકસાવવાનો પણ છે. ઘણી વખત યુવાનોમાં જુસ્સો અને ક્ષમતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને શારીરિક ફિટનેસના અભાવે તેઓ પસંદગીથી વંચિત રહી જાય છે, જેને દૂર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સતત પ્રયાસશીલ રહ્યું છે.

કેમ્પ દરમિયાન વર્ષોના અનુભવ ધરાવતા નિષ્ણાત કોચ દ્વારા રનિંગની યોગ્ય પદ્ધતિ, સ્ટેમિના વધારવાની રીત, યોગ્ય આહાર વ્યવસ્થા તેમજ શારીરિક અને માનસિક ફિટનેસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. અગાઉ યોજાયેલા આવા ટ્રેનિંગ કેમ્પમાંથી અંદાજે ૪૦ જેટલા યુવાનો વિવિધ લશ્કરી અને પોલીસ ભરતીમાં સફળ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે મોરબી માટે ગૌરવની બાબત છે. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “લશ્કરી કે પોલીસ દળમાં જોડાવું એ ફક્ત નોકરી નહીં પરંતુ દેશસેવાની પ્રતિજ્ઞા છે. આજના યુવાનો જો પોતાની ફિટનેસ અને શિસ્ત પર મહેનત કરશે તો આવતીકાલે તેઓ દેશ અને સમાજ માટે ગૌરવ બનશે. આ ટ્રેનિંગ કેમ્પ યુવાનોના સપનાઓને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ છે.”

આ કેમ્પમાં જોડાવા ઇચ્છુક તમામ સમાજના યુવાનો અને યુવતીઓને પોતાનું પૂરું નામ, સરનામું તથા કઈ ભરતી માટે તૈયારી કરવી છે તેની માહિતી તારીખ ૨૨/૧૨/૨૦૨૫ સુધીમાં વોટ્સએપ દ્વારા મોકલવાની રહેશે અને આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. સંપર્ક સૂત્ર (ભાઈઓ માટે)
દિલીપ દલસાણીયા- મોબાઇલ ૮૦૦૦૮ ૨૭૫૭૭, સંપર્ક સૂત્ર (બહેનો માટે) કાજલબેન ચંડીભમર મોબાઇલ ૯૮૨૫૪ ૮૮૭૩૩ તથા અલ્કાબેન દવે મોબાઇલ ૮૯૦૫૮ ૭૭૧૯૦ ઉઓર સંપર્ક કરવાનો રહેશે. અંતમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના તમામ યુવાનોને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ આ ફ્રી ટ્રેનિંગ કેમ્પનો પૂરતો લાભ લઈ પોતાના સપનાઓને સાકાર કરે અને દેશસેવામાં આગળ વધે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!