આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં 500 થી વધુ બહેનનું નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને જરૂરી મેડિશન આપવામાં આવી હતી.
શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર, આજરોજ સાર્થક શાળામાં kcpf ( કૂંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન) સંસ્થા દ્વારા ધોરણ 6 થી 12 ની બહેનોનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમજ હિમોગ્લોબિનની ઉણપથી શું નુકસાન થઈ શકે છે?, હિમોગ્લોબિન (એટલે કે લોહીના ટકા )ની મેડિસિન ગોળી લેવાની રીત, આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે પણ બહેનોને માહિતી આપવામાં આવી હતી.