Saturday, February 21, 2026
HomeGujaratહળવદમાં યુરોકેર કિડની હોસ્પિટલનો વિનામૂલ્ય કિડની–યુરોલોજી નિદાન કેમ્પ

હળવદમાં યુરોકેર કિડની હોસ્પિટલનો વિનામૂલ્ય કિડની–યુરોલોજી નિદાન કેમ્પ

Eurocare Kidney Hospital (રોબોટિક એન્ડ લેસર સેન્ટર), રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર–કચ્છના લોકોને સમયસર નિદાન અને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી હળવદ ખાતે તા. 22 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ વિનામૂલ્ય કિડની તથા યુરોલોજી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ગવર્મેન્ટ હોસ્પિટલ, બીએસએનએલ પાસે, હળવદ ખાતે યોજાશે.

- Advertisement -
- Advertisement -

કેમ્પ દરમિયાન કિડની સ્ટોન, પેશાબની તકલીફો, પ્રોસ્ટેટ સમસ્યા, યુરિન ઇન્ફેક્શન તેમજ કિડની સંબંધિત અન્ય રોગોની નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સાથે સંકળાયેલી કિડની સમસ્યાઓ અંગે પણ ખાસ સલાહ આપવામાં આવશે. બાળકોમાં કિડની અને પેશાબ સંબંધિત તકલીફો માટે પીડિયાટ્રિક યુરોલોજિસ્ટની સેવા પણ ઉપલબ્ધ રહેશે. જરૂરી જણાય તેવા દર્દીઓને સોનોગ્રાફી અને જરૂરી દવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પમાં નિષ્ણાત તરીકે ડૉ. જીતેન્દ્ર અમલાણી (સિનિયર યુરોલોજીસ્ટ), ડૉ. જીગેન ગોહેલ (યુરોલોજીસ્ટ), ડૉ. પ્રતીક અમલાણી (યુરોલોજીસ્ટ), ડૉ. ધૃતિ કલસરીયા અમલાણી (પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ) તથા ડૉ. ડેનિશ સાવલિયા (નેફ્રોલોજીસ્ટ) હાજર રહી દર્દીઓને સેવા આપશે. વારંવાર પેશાબ જવું, બળતરા થવી, પેશાબમાં લોહી આવવું, પથરીની તકલીફ અથવા કિડની સંબંધિત કોઈપણ સમસ્યા ધરાવતા લોકોએ આ વિનામૂલ્ય કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વધુ માહિતી માટે 0281 2466990, 0281 2466991 તથા 97129 77093 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!