Monday, November 25, 2024
HomeGujaratBotadબોટાદ જિલ્લા પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું

બોટાદ જીલ્લા પોલીસ અને TTC એકેડેમી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા યોજાનાર વર્ગ ૧-૨-૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

બોટાદ જિલ્લા પોલીસના સૌજન્ય થી આયોજિત આ સેમીનાર પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉજ્જવળ તક કહી શકાય.જે તારીખ 11/06/2022 શનિવારના રોજ બપોરે 12 થી 03 નાનાજી દેશમુખ ઓડીટોરીયમ, સ્વામી વિવેકાનંદનગર સેવા સદન,રેલ્વે સ્ટેશન સામે, બોટાદ ખાતે યોજવામાં આવશે.તેમજ આ સેમીનારમા પરીક્ષાલક્ષી વાંચન સામગ્રી,વાંચનના સમય આયોજન અંગે અગત્યની ટીપ્સ, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહની તૈયારી માટે ખૂબ જ અગત્યના સૂચનો સહિતનું માર્ગદર્શન આપવામાં આવશે. અને સેમિનાર માં હાજર રહેનારને કરંટ અફેર્સનું મટીરીયલ્સ ફ્રી આપવામાં આવશે.અને તમામ માર્ગદર્શન SPIPA સૈન્કર, ૪૦થી વધુ વર્ગ ૧૨૩ સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ કર્યાની સિદ્ધિ ધરાવતા અને ૫૦,૦૦૦થી વધુ ઉમેદવારોને ગત દાયકામાં માર્ગદર્શિત કર્યાનો અનુભવ ધરાવતા મનીષ ગઢવી સાહેબ દ્વારા આપવામાં આવશે.

તેમજ આ સેમિનાર માં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને રજિસ્ટ્રેશન કરાવવા માટે
TTC:૩જો માળ, ગીરીરાજ કોમ્પ્લેક્ષ, SBI બેંક સામે પુષ્કરધામ મંદિર પાસે, યુનીવર્સીટી રોડ, રાજકોટ Help Line: 80002 7891080900 60900 પર સંપર્ક કરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!