મોરબીના શ્રી જલારામ ધામ ખાતે આગામી ૪ નવેમ્બરે નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીમાં યોજાયેલા ૪૯ કેમ્પમાં ૧૩૮૯૭ લોકોએ લાભ લીધો છે અને ૬૨૯૭ લોકોના નેત્રમણીના વિનામુલ્યે સફળ ઓપરેશનો થયા છે.
મોરબી શહેરના શ્રી જલારામ ધામ ખાતે આગામી તા. ૪-૧૧-૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવારના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતની અગ્રણી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી જલારામ ધામ, મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, મોરબીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે. દર મહીનાની ૪ તારીખે નિયમિતપણે યોજાતા આ કેમ્પમાં અત્યાર સુધીના ૪૯ કેમ્પમાં કુલ ૧૩૮૯૭ લોકોએ આંખની સારવારનો લાભ લીધો છે, જેમાંથી ૬૨૯૭ લોકોના નેત્રમણીના વિનામુલ્યે સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે. કેમ્પ દરમિયાન ડૉ. બળવંતભાઈ, ડૉ. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ સહિતની નિષ્ણાત ટીમ દર્દીઓની આંખોની તપાસ કરશે અને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વિના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથેના નેત્રમણીના વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા તથા રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી, પરંતુ દર્દીને આધાર કાર્ડ સાથે લાવવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-મો. ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-મો. ૯૮૭૯૨૧૮૪૧૫ અને અનિલભાઈ સોમૈયા-મો. ૮૫૧૧૦૬૦૦૬૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે









