Saturday, March 1, 2025
HomeGujaratહળવદમાં 2 માર્ચના રોજ વિના મૂલ્યે અસ્થિવિષયક ફિઝિયોથેરાપીસ્ટ નિદાન, સારવાર, સાધન સહાય...

હળવદમાં 2 માર્ચના રોજ વિના મૂલ્યે અસ્થિવિષયક ફિઝિયોથેરાપીસ્ટ નિદાન, સારવાર, સાધન સહાય કેમ્પ યોજાશે

આ કેમ્પમાં અપંગ માનવ મંડળ અમદાવાદના ફિઝિયોથેરાપીસ્ટ ડો. મનીષભાઈ ત્રિવેદી, તથા ફિઝિયોથેરાપીસ્ટ ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

હળવદ : શ્રી બળદેવદાસ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ સંચાલિત માનવ પરિવાર તથા અપંગ માનવ મંડળ, અમદાવાદ અને શ્રી ખાદી ગ્રામઉદ્યોગ રચનાત્મક મંડળ માલવણ દ્વારા તા. 2-3-2025ને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમ્યાન વૈજનાથ મહાદેવ મંદિર, સરા ચોકડી, હળવદ ખાતે વિના મૂલ્યે અસ્થિવિષયક ફિઝિયોથેરાપીસ્ટ નિદાન, સારવાર, સાધન સહાય કેમ્પ યોજાશે.

આ કેમ્પનું દીપ પ્રાગટય ડો. સંજયકુમાર પટેલ, તપનભાઈ દવે, તથા ડો. મનીષ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે. આ કેમ્પમાં અપંગ માનવ મંડળ અમદાવાદના ફિઝિયોથેરાપીસ્ટ ડો. મનીષભાઈ ત્રિવેદી, તથા ફિઝિયોથેરાપીસ્ટ ટીમ દ્વારા સારવાર આપવામાં આવશે. આ કેમ્પમાં બાળ લકવો, પોલિયો, ગરદન, પગ, કમર, ખભા, સાયટીકા, સાંધા વગેરે દુ:ખાવાના આર્થરાઈટીસ તથા ફેસિયલપાલ્સી, હાડકાના ઓપરેશન પછીની સારવાર, દર્દીને ની:શુલ્ક નિદાન, સારવાર અને જરૂરી સાધનો આપવામાં આવશે.

આ કેમ્પનો લાભ લેવા માટે શ્રી બળદેવદાસ ચેરીટેબલ ટ્રસ્ટ (ઓફીસ) મો. નં. 6352107400, ભૂષણભાઈ દવે (સુરેન્દ્રનગર) મો.નં. 9428213942, શ્રી મતિ ઊર્મિલાબેન ભરતભાઈ (હળવદ) મો.નં. 9925250525, જી.જી.પંચાસરા (સુરેન્દ્રનગર) મો.નં. 9978291164 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!