મકર સંક્રાંતિ એ આપડે દર વર્ષે જોઈએ છીએ રાહદારીઓ પતંગ ની દોરી થી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે અને ઘણા કિસ્સાઓ માં મહામુલી જિંદગી પણ ગુમાવતા હોઈ છે ત્યારે આ ધારદાર દોરી થી રક્ષણ મળી રહે તેવા શુભ આશય થી હળવદ ના સરા નાકા ખાતે ફ્રેન્ડસ્ યુવા સેવા ગ્રુપ અને પાટિયા ગ્રુપ એવમ યુવા ભાજપ ના સંયુક્ત ઉપક્રમે તપનભાઇ દવે ની હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થતા વિપુલભાઈ દવે ના આર્થિક સહયોગ થી ૧૧૦૦ નંગ સેફ્ટી ગાર્ડ ટૂ- વ્હીલર વાહનો માં નિઃશુલ્ક લગાડી અને સેવા અને ભગીરથ કાર્ય નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ત્યારે આ સેવા ગુજરાત ના દરેક શહેરો માં થાય તે આજના સમય ની માંગ છે અને હળવદ ના સેવાભાવી યુવાનો એ આ સેવાકાર્ય થકી આ પ્રકાર ની સેવા કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.