હાલમાં ચોમાસાની ઋતુના પગરણ મંડાઇ ચુક્યા છે. વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખી આ ઋતુમાં વધુ ને વધુ વૃક્ષારોપણ તેમજ તેમનું જતન થાય તે અંગેની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસ્થાન અંતર્ગત એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ ખાતે વન વિભાગ દ્વારા રોપા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વન વિભાગની ટીમ દ્વારા વૃક્ષા રોપણનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, મહેમાનો તેમજ નગરજનોને વિવિધ ઔષધિય મહત્વ ધરાવતા રોપા તેમજ અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વન સંરક્ષક ચીરાગ અમીન, સામાજિક વનીકરણ રાઉન્ડ ફોરેસ્ટર સોનલબેન શીલુ, ચેર રેન્જ આર.એફ.ઓ.દાફડા, બીટગાર્ડ કે.ડી.બડીયાવદર સહિતના વન વિભાગના અધિકારી/કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વન વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણનો લાભ લઇ પોતાના ઘરની આસપાસ વૃક્ષ ઉછેરનો સંકલ્પ લીધો હતો