Monday, January 13, 2025
HomeGujaratમોરબી ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા “વિશ્વ મહિલા દિવસ” નિમિતે ફ્રી સીવણ કલાસીસનું...

મોરબી ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા “વિશ્વ મહિલા દિવસ” નિમિતે ફ્રી સીવણ કલાસીસનું આયોજન કરાયું

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં વિશ્વ મહિલા દિવસનુ આયોજન થાય છે. ત્યારે મોરબી ઈન્ડિયન લાયોનેસ કલબ “વિશ્વ મહિલા દિવસ” નિમિતે બહેનો માટે તદન ફ્રી સીવણ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આગામી 8 માર્ચના રોજ “વિશ્વ મહિલા દિવસ” નિમિતે આર્થિક રીતે પછાત અને વિધવા બહેનો માટે તદન ફ્રી સીવણ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. “શ્રી પારૂલ મહિલા પ્રગતિ મંડળ’” ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં. ૪૬, બ્લોક નં. ૨૫૬, જ્ઞાનપથ સ્કૂલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમાં બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી સીવણના કલાસ લેવામાં આવશે. સીવણનો ફુલ કોર્ષ ૩ મહિનાનો છે. અને પછી સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. આ માટે સર્વે બહેનોએ નીચે ઈ.લા. નયનાબેન બારા (પ્રેસિડન્ટ) મો. ૮૫૩૦૫ ૩૧૮૩૦ તથા ઇ.લા. પૂનમબેન હિરાણી (સેક્રેટરી) મો. ૯૯૭૯૫ ૭૪૧૪૯નો સપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા મોરબી ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!