ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, મેટ્રો સિરામિક અને લેનકોસા સિરામિક ના સહયોગથી નોટબુક, ચોપડા, કંપાસ, સ્કુલબેગ વિતરણ કરવામાં આવશે. મોરબીના વિદ્યાર્થીઓ માટે ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા સ્કૂલબેગ કંપાસ બોક્સ વગેરે 40% થી વધુ રાહત દરે વિતરણ કરવામાં આવશે. મોરબીના રવાપર રોડ શક્તિ પ્લોટ નં. ૯ ખાતે આશીર્વાદ ખાતે રાખવામાં આવ્યું છે.
નવું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫- ૨૦૨૬ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફ્રી ટિફિન સેવા પરિવાર મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી ૪૦ ટકાથી વધુ રાહત દરે વિતરણ એક અઠવાડિયા સુધી કરવામાં આવશે. જે પ્રોજેક્ટ તા. ૨૫ મે ૨૦૨૫ થી તા. ૧ જુન ૨૦૨૫ સુધી સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી અને ૪ થી ૭ વાગ્યા સુધી ચાલશે. તો મોરબીની દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટનો લાભ મેળવે તેવી પ્રોજેક્ટ ના આયોજકો દ્વારા અભ્યર્થના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઈચ્છતા હોય તો ડો. રવિન્દ્ર ભટ્ટ 98982 8877, સુનિલભાઈ કચોરીયા 940810195 અને મિહિરભાઇ મહેશ્વરી 9426221848 પર સંપર્ક કરી શકે છે.