Tuesday, January 7, 2025
HomeGujaratહળવદમાં જમવાની પાર્ટી કર્યા બાદ મિત્રએ કરી મિત્રની હત્યા: પોલીસ તપાસનો ધમધમાટ

હળવદમાં જમવાની પાર્ટી કર્યા બાદ મિત્રએ કરી મિત્રની હત્યા: પોલીસ તપાસનો ધમધમાટ

હળવદમાં જમવાની પાર્ટી કર્યા બાદ બે મિત્રો વચ્ચે બબાલ થતા ઈસમે તેના મિત્રને સૂતી વેળાએ ગળાના ભાગે તીક્ષણ હથિયારનો ઘા મારી મોતને ઘાટ ઉતારી મૃતદેહને કેનાલમાં ફેંકી લીધો હતો. અને બનાવના પુરાવાનો નાશ કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ જી.આઇ.ડી.સી. પાછળ વાડીમાં રહેતા અશોકભાઇ દેવસીભાઇ સીરોયાનો ભાઇ અજીત ઉર્ફે અજીયો દેવસીભાઇ સીરોયા ગત તા.૧૫/૧૧/૨૦૨૩ ના સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં તેનાં મિત્ર સંજય ચંદુભાઇ કોળી તથા લાલજી ઉર્ફે લાલો ધીરૂભાઇ રજપુત તથા હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ સાથે સંજય ચંદુભાઇ કોળીના કાકા ધવલ ડાભીની કોયબા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ વાડી ઉપર મચ્છી ખાવાની પાર્ટી કરેલ હતી. ત્યારે અજીત ઉર્ફે અજીયાનો અને હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડ વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ હતો. તે બાબતનું મનદુ:ખ રાખી અજીત ઉર્ફે અજીયો નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો ત્યારે હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડએ અજીત ઉર્ફે અજીયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મૃત્યુ નીપજાવી તેની લાશ કેનાલના પાણીના વોકળામાં નાખી દઇ તેનું મોટરસાઈકલ તથા મોબાઇલ ગુમ કરી દઇ પુરાવાનો નાશ કરી દેતા સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!