Wednesday, October 30, 2024
HomeGujaratહળવદમાં વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવી બીભત્સ ફોટા, વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી...

હળવદમાં વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવી બીભત્સ ફોટા, વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી કુકર્મ ગુજારતા બે નરાધમો

હળવદ શહેરમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી બે શખ્સોએ એક વર્ષ સુધી દુષ્કાર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરાના બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી બ્લેકમેલ કરી અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી દુષ્કાર્મ ગુજારાયું હોવાનું હળવદ પોલીસ સ્ટેશનમાં જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર હળવદ શહેરમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બે શખ્સોએ કુકર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદના ખારીવાવડીમા વિસ્તારમાં રહેતા જયેશ ચંદુભાઇ કણઝરીયા તથા મેહુલ સવજીભાઇ હડીયલ, રહે.ગોરીદરવાજો. હળવદવાળા બન્ને શખ્સો સામે સગીરા સાથે મિત્રતા કેળવી તેના બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી લીધા હતા ત્યારબાદ બ્લેકમેલ કરી અને સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી આ હવસખોરોએ સગીરા પર તેની મરજી વિરુદ્ધ એક વર્ષ સુધી અવાર નવાર ખરાબ કૃત્ય કર્યું હતું.
જો કોઈને જાણ કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાંખશું અને ફોટા વિડિઓ વાઇરલ કરશું તેવી બંને શખ્સોએ સગીરાને ધમકી આપી હતી. જેથી ઘરમાં ગુમસુમ રહેલી સગીરાની પરીવારજનોએ પુછપરછ કરતા તેની સાથે દુષ્કર્મ થયુ હોવાનું બહાર આવ્યું હતું. આથી હળવદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધાવાંતા પોલીસે ફરિયાદ નોંધી બન્ને આરોપીને જડપી પાડવા તપાસના ચક્રોગતીમાન કર્યા વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના બન્ને શખ્સો સામે લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે અને નરાધમોને જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!