Sunday, May 19, 2024
HomeGujaratમાળીયાના હરિપર નજીકથી બિયરના બસોચોસઠ ટીન સાથે કારચાલક ઝડપાયો

માળીયાના હરિપર નજીકથી બિયરના બસોચોસઠ ટીન સાથે કારચાલક ઝડપાયો

માળિયાના હરિપર ગામના પાટિયા પાસેથી સ્વીફ્ટ કારમાં બિયરના 264 ટીનના જથ્થા સાથે નીકળેલા આરોપીને માળીયા પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીના કબ્જામાંથી કાર સહિત રૂ. 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ માળિયા પોલીસે હરિપર ગામના પાટિયા નજીક નેશનલ હાઇવે ઉપર જીજે 36 આર 8979 નંબરની સ્વીફ્ટ કાર અટકાવી કારની તલાશી લેતા કારમાંથી રૂ. 26,400ની કિંમતના 264 ટીન બિયરનો જથ્થા ઝડપાયો હતો. જેથી પોલીસે કારચાલક રફીક તાજમહમદભાઈ ભટ્ટી (ઉ.વ.23)રહે. માળિયા- નગરપાલિકાની કચેરી સામેવાળાને ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોલીસે આરોપી રફીક પાસેથી રૂ.26,400ના બિયરના ટીન અને રૂ. 5 લાખની સ્વીફ્ટ કાર મળી કુલ રૂ. 5,26,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરીમાં પીઆઇ એન.એચ. ચુડાસમા, હેડ કોન્સટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કોન્સટેબલ સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!