Sunday, December 22, 2024
HomeGujaratમોરબીમાં રાજા મીનરલ વોટરનાં કારખાનામાંથી મોબાઈલ ચોરી કરનાર ચાર ઝબ્બે

મોરબીમાં રાજા મીનરલ વોટરનાં કારખાનામાંથી મોબાઈલ ચોરી કરનાર ચાર ઝબ્બે

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી આસપાસ કારખાનામાં કામ કરતા મજૂરોની નજર ચૂકવી કે ધાક ધમકી આપીને મોબાઈલની ચોરી કરનાર ગેંગને થોડા સમય અગાઉ જ એલસીબીએ ઝડપી લીધી હતી. ત્યારે આ ગેંગે મોરબીના નવલખી ફાટકથી આગળ આર.ટી.ઓ કચેરીની સામે રાજા મીનરલ વોટર સપ્લાય કારખાનાના મજુર ક્વાટર્સની ઓરડીમાં રહેતા ધર્મેન્દ્રભાઇનો ઓપો કંપનીનો મોબાઇલ (કિં.રૂ. ૧૦,૦૦૦/-) તા. ૨૩ ફ્રેબ્રુઆરીના રોજ રાત્રી દરમ્યાન ચોરી કરી લઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે ધર્મેન્દ્રભાઇનાં ભાઈ રવિભાઇ રમેશચંદ્રભાઇ રાવલ (ઉ.વ.૨૪) એ આરોપીઓ સુલતાનભાઈ સલેમાન ઉર્ફે સરમણભાઈ સુમરા, સતિષભાઈ ઉર્ફે વલીયો રમેશભાઈ ડેડવાણીયા, નુરમામદ શાઉદીનભાઈ જેડા અને અબ્દુલભાઈ હાજીભાઈ જેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આ આરોપીઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!