હળવદમાં આજે બપોરે અચાનક વરસાદ વરસતા યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડુતોને આર્થિક નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે હળવદમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતાં યાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડુતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. યાર્ડમાં ખેડુતોની મગફળી, ઘંઉ, ધાણાની હરરાજી બાદ તોલ કરવાનો બાકી હોય અને અચાનક વરસાદ વરસતા ખુલ્લામાં પડેલ મગફળી, ઘંઉ, ધાણા, તલનાં કોથળા પલડી ગયા હતાં અને પાક રીતસર પાણીમાં તરવા લાગ્યો હતો. આમ, ખેડુતોને ભારે નુકસાન પહોંચ્યું હતું.