કચ્છ-મોરબી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દર્દીઓને ફળ વિતરણ, તબીબો અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યમાં મોરબી જીલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત આ સેવાકાર્યમાં, જીલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, નીરજભાઈ ભટ્ટ, કાજલબેન ચંદીભમર, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જીલ્લા પંચાયત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કકડ, મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ, આશિફભાઈ ઘાંચી, મહિલા મોરચા મહામંત્રી નિર્મલાબેન હડીયલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા સાથે, મોરબી સિવિલ હોસ્પિટલના તબીબો અને સફાઈ કર્મચારીઓને તેમની વિશેષ સેવા માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પોષણયુક્ત ફળ વિતરણ કરીને તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સેવાકીય કાર્યના આયોજન માટે મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર તથા મહામંત્રી બળવંતભાઈ સનારીયા અને તેમની ટીમે વિશેષ પ્રયાસ કર્યા હતા.