સાંતલપુર પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એક્ટ હેઠળના ગુન્હામાં તથા હથીયાર અંગેના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને મોરબી એસ.ઓ.જી.ની ટીમેં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.એક્ટ કલમ -૮ (સી), ૨૨ (સી) તથા ૨૯ ના ગુન્હામાં એમ.ડી.ડ્રગ્સ કેસમાં મોરબીમાં રહેતા આરોપીઓની સંડોવણી ખુલતા આરોપી સાજીદ અજીગ્ભાઇ બ્લોચ નામનો શખ્સ મોરબી સીટી એ ડીવી પોલિસ મથકમાં હથીયારના ગુન્હામાં ફરાર હોય જેને અસલમ સલીમભાઇ ચાનીયા / સંધી (ઉ.વ.૩૮ રહે.મોરબી કાલીકા પ્લોટ શેરી નં -૨ ઇન્ડીયા પાન પાસે) અને યુનુશ ઉર્ફે સંદેશ કાસમભાઇ દલવાણી (ઉ.વ.૪૫ રહે.મોરબી કાલીકા પ્લોટ ભવાની સોડા વાળી શેરીમાં)ને સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ કાર્યવાહી કરી સાંતલપુર પોલીસ સ્ટેશન સોપેલ છે. તેમજ આ કામે અન્ય આરોપી સાજીદ અજીઝભાઇ બ્લોચ લઉ.વ .૫૦ રહે.ચંદ્રપુર ગામ પાણીના ટાંકા પાસે વાંકાનેર)નામનો શખ્સ મોરબી સીટી એ ડીવી પોસ્ટે બી પાર્ટ ગુ.ર.નં ૨૧૭૨/૨૦૨૧ આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ – બી ) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ માં ફરાર હોય જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુન્હાની કાર્યવાહી પુર્ણ થયે તમામ આરોપીને આગળની કાર્યવાહી કરવા સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવા માટે જાણ કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમા પીઆઈ જે.એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા , મહાવિરસિહ પરમાર, કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર તથા મોરબી સીટી એ ડીવી પોલિસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા સહિતના જોડાયા હતા.