મોરબીમાં કારમાં વિદેશી દારૂ લઈ ફરતા એક ઈસમને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા મોરબી સી.પી.આઇ. ઓફિસથી કબ્રસ્તાન તરફ જતા રસ્તે જતા ટ્રેડ સેન્ટર પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. અને એક આરોપીની અટકાયત કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.તેમજ ઝડપાયેલ આરોપીને મોરબી કોર્ટ દ્વારા ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ૯% વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ અને એક વર્ષની કેદની સજા ફટકારેલ છે.જેમાં પણ આરોપી ભાગેડુ હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે મોરબી સી.પી.આઇ. ઓફિસથી કબ્રસ્તાન તરફ જતા રસ્તે જતા ટ્રેડ સેન્ટર પાસે વોચ ગોઠવી રાખી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયા (રહે,કૈલાશ પેલેસ બ્લોક નં.૨૦૨ નિકુજ પાર્ક સોસાયટી મેઘાણી સ્કુલની સામે અવની રોડ મોરબી) નામના શખ્સની GJ-03-ER-7922 નંબરની રૂ.૨,૦૦,૦૦૦/-ની કિંમતની વોકસ વેગન કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડિલક્ષ વિસ્કીની રૂ.૭૫૦/-ની કિંમતની ૨ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયાની વિદેશી દારૂની બોટલો તથા કાર મળી કુલ રૂ.૨,૩૫,૭૫૦/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. જયારે અન્ય મામા નામથી ઓળખાતો ઇસમ રેઈડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂ સાથે ઝડપાયેલ આરોપી હિતેશ કામરિયાને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા પડેલ છે. જેને લઇ મોરબી કોર્ટ દ્વારા સજાની હુકમ કરવામાં આવ્યો ત્યારથી હિતેશ કામરિયા નાસતો ફરતો હતો.ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.