ભાવનગર પંથકમાં હત્યાના ગુન્હાને અંજામાં આપી રાજકોટ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપતા અને ફર્લો રજા ઉપરથી છેલ્લા ત્રણેક માસથી ફરાર કેદીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લોની ટીમે પકડી પડ્યો હતો.
ભાવનગર હત્યા કાંડમાં પોલીસ ઝપટે ચડેલ અને જેલમાં સજા કાપતો આરોપી રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતો આરોપી ગત તા. ૨૪/૧૧/૨૦૨૧ ના રોજથી ૧૪ દિવસની ફર્લો રજા ઉપર છુટેલ જેને તા. ૦૯/૧૨/૨૦૨૧ નારોજ જિલ્લા જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ હાજર થવાને બદલે આરોપી સોયેબ હૈદર જેડા (ઉ.વ .૩૧ રહે . કુંભારવાડા , નારીરોડ , હાઉસીંગબોર્ડ કવાટર નંબર -૩૧૮ ભાવનગર) પોલીસ પકડથી દૂર હતો.આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી માળીયા મી. તાલુકાના ખીરઇ ગામે જોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી રાજકોટ જિલ્લા જેલ ખાતે ધકેલી દીધો હતો.


 
                                    






