Monday, December 23, 2024
HomeGujaratઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ફન સ્ટ્રીટનું કરાયું સુંદર આયોજન

ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ફન સ્ટ્રીટનું કરાયું સુંદર આયોજન

Indian Lioness club morbi દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો હતો. ફન સ્ટ્રીટમાં ૧૫૦થી વધુ બહેનોએ ટેકનોલોજીના સમયમાં શેરી રમતમાં ભાગ લઈ ઉત્સાહ દાખવી બાળકોને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- Advertisement -
- Advertisement -

Indian Lioness club morbi દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. અત્યારના ટેકનોલોજીના સમયમાં પણ શેરી રમતો હજુ ક્યાંક જીવંત છે અને તે રમતો રમવામાં શહેરી બહેનોને એક પ્લેટફોર્મ ની જરૂરિયાત છે એવું મોરબીના દરેક બહેનોએ સાબિત કરી બતાવ્યું છે. ક્લબ દ્વારા વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતાં. ફન સ્ટ્રીટ કાર્યક્રમ માટે નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જીત સર અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો હતો. ક્લબમાથી મયુરીબેન,શોભનાબા, પ્રીતિબેન, નયનાબેન,રંજનાબેન,હીનાબેન, રેખાબેન, કોમલબેન, નીલાબેન,શક્તિબેન અને માલાબેન સહિતનાએ ઉપસ્થિત રહી ફન સ્ટ્રીટ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કલબના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ક્લબ વતી સ્પર્ધામાં ભાગ લીધેલા મોરબીના દરેક બહેનો, પધારેલા પત્રકારો અને નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જીત વડસોલા અને તેમના સ્ટાફનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!