Friday, December 27, 2024
HomeGujaratરોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્મશાનયાત્રા વખતે વપરાતી કીટનું વિતરણ કરાશે

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્મશાનયાત્રા વખતે વપરાતી કીટનું વિતરણ કરાશે

બધીજ જ્ઞાતિ કે જાતીના અમીર, ગરીબ, મધ્યમવર્ગના લોકો માટે ટોકન ભાવથી આ કીટનું કાયમી વિતરણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્વજનના અવસાન બાદ સ્મશાનયાત્રા વખતે જરૂર પડતી તમામ પૂજા સામગ્રીની ભાઈઓ, અખંડ સૌભાગ્યવતી બહેનો અને વિધવા બહેનો માટેની કીટ ફક્ત ૨૫૧ રૂપિયાના ટોકન ભાવથી કાયમી વિતરણ કરવામાં આવશે. જેનો હળવદ શહેર તેમજ તાલુકાની બધીજ જ્ઞાતિ કે જાતીના અમીર, ગરીબ, મધ્યમવર્ગના લોકો અવશ્ય લાભ લે તેવી રોટરી ક્લબ ઓફ હળવદ અપીલ કરવામાં આવી છે. આ કિટમાં જરૂર પડતી મોટા ભાગની વસ્તુઓ મુકવામાં આવેલ છે. જેથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી વસ્તુઓ ભેગી કરવામાં વેડફાતો સમયની પણ બચત થશે. રાતના સમયે દુકાનો ખોલાવવાની તકલીફોમાથી છુટકારો મળશે. ઘણીવાર કોઈ અનુભવી વડીલ હાજર થાય એ પહેલાં શુ શુ વસ્તુઓ ? અને ક્યાંથી લાવવી? એ મૂંઝવણ હોય છે. એ દૂર કરવા તેમજ સંપૂર્ણ અને પૂરતા દ્રવ્યથી મોતનો મલાજો નાનામાં નાનો માણસ પણ જાળવી શકે એવા અનેકવિધ હેતુ અને આવા સમયે વસ્તુઓ ભેગી કરવામાં પડતી પારાવાર મુશ્કેલીઓ હલ કરવા જ આ ખાસ પ્રકારની કીટ વિતરણ વ્યવસ્થા રોટરી કલબ દ્વારા કરવામાં આવી છે. આ નિસ્વાર્થ સેવા કાયમી માટે અને વર્ષના ૩૬૫ દિવસ મળતી રહેશે. આ કીટમાં સોનાની તસ થી માંડી ને જે જે જરૂરી કે ઉપયોગી હોય તેવી ૨૪ જેટલી વિવિધ પ્રકારની હિન્દૂ ધાર્મિક વિધિ પ્રમાણેની વસ્તુઓ મુકવામાં આવી છે. પુરુષની અને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીની તેમજ વિધવા બહેનોની અલગ અલગ પ્રકારની કીટ ઉપલબ્ધ છે. જે વસ્તુઓ બજારમાંથી ભેગી કરવાની થાય તો ટોકન કિંમત કરતા ત્રણ કે ચાર ગણો ખર્ચ થાય. સ્વ.કેશરબેન તથા ધુડાભાઈ જેઠાભાઇ જોશી હસ્તે: રાજુભાઇ જોશી, કેશર સેવા પાલનપુર વાળાના સૌજન્યથી આ કીટની વિતરણ વ્યવસ્થા રોટરી કલબ ઓફ હળવદ દ્વારા કરવામાં આવેલ છે.જરૂર પડ્યે કીટ મેળવવા માટે રોટરી મેડિકલ સ્ટોર, એચડીએફસી બેન્ક સામે, બસ સ્ટેન્ડ રોડ (મો. 99133 19919), સુનિલ ઠાકર, મહર્ષિ પ્રોવિઝન સ્ટોર, ડો. દવે સાહેબના ઘરની બાજુમાં, વાણીયાવાડ (મો. 84606 40009), જતુકાકા પરીખ, શ્રીજી ડેરી પાર્લર, ગિરનારી ચોક, ધ્રાંગધ્રા દરવાજા બહાર (મો. 7575099849, મો. 9429099849) પર સંપર્ક કરવો. વધુ માહિતી માટે રાજેન્દ્રસિંહ રાણા, પ્રેસિડેન્ટ, રોટરી કલબ ઓફ હળવદનો (મો. 94291 11111) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!