Friday, June 13, 2025
HomeGujaratટંકારા તાલુકાની ગજડી ગ્રામપંચાયત સમરસ જાહેર:બે ટર્મથી સમરસ થાય છે ગજડી ગ્રામપંચાયત

ટંકારા તાલુકાની ગજડી ગ્રામપંચાયત સમરસ જાહેર:બે ટર્મથી સમરસ થાય છે ગજડી ગ્રામપંચાયત

ટંકારા તાલુકાના ગજડી ગ્રામપંચાયત ગ્રામજનોની એકતા ને કારણે છેલ્લાં ૧૦ વર્ષથી સમરસ જાહેર થાય છે. જે ગામમાં અંદાજે ૧૫૦૦ થી ૧૬૦૦ લોકોની વસ્તી છે.જેમાં ગત ટર્મમાં સરપંચ તરીકે વિજયાબેન સોઢીયા અંને ઉપસરપંચ તરીકે નાયમબેન ડાંગર હતા.ત્યારે હાલ સરપંચ તરીકે લક્ષ્મીબેન જારિયા અને ઉપસરપંચ તરીકે ભરતભાઇ જારિયાની સર્વાનુમતે વરણી કરી સમરસ જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામમાં છેલ્લી બે ટર્મથી ચૂંટણી થતી નથી.ગામના આગેવાનોના પ્રયત્નોથી ગામમાં સમરસ ચુંટણી થાય છે. છેલ્લા ૧૦ વર્ષથી આ ગામમાં ગામ સમરસ ચૂંટણી થાય છે. આશરે ૧૫૦૦ થી ૧૬૦૦ની વસ્તી ધરાવતું ગામ છે. જેમાં આગલી ટર્મમાં સરપંચ તરીકે વિજયાબેન રાયધનભાઈ સોઢીયા અને ઉપસરપંચ નામય બેન ભીખાભાઈ ડાંગર હતા. ત્યાર પછી હવે 2025 ની સાલની ચૂંટણી મુજબ અત્યારે ગામ સમરસ ચૂંટણી થતાં હાલના સરપંચ તરીકે લક્ષ્મીબેન દેવાયતભાઈ જારીયા અને ઉપસરપંચ તરીકે ભરતભાઈ મેરામભાઇ જારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!