એક પેડ માં કે નામ કાર્યક્રમ હાલ જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા ડીડીઓ અને ટંકારા તાલુકાના ટીડીઓની સૂચનાથી શ્રી ગજડી ગામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગામનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લાના ડીડીઓ તેમજ ટંકારા તાલુકાના ટીડીઓની સૂચનાથી શ્રી ગજડી ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાથી મદદનીશ ખેતી નિયામક અનિલભાઈ કોરડીયા, ખેતીવાડી શાખા, ગજડી ગામ ચાપબાઈ મંડલના અગ્રણીઓ, વહીવટદાર કાજલબેન ભોરણીયા, પૂર્વ સરપંચ વિનોદભાઈ રિટાયર્ડ તલાટી કમ મંત્રી એલ ટી બાંભવા, સ્કૂલ પ્રિન્સિપાલ મઠિયાં તેમજ ગામના આગેવાનો લાલજીભાઈ જારીયા, દેવાયતભાઈ જારીયા અને સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને એક પેડ માં કે નામ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.