Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો : પાંચ સ્થળોએથી ૨૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો : પાંચ સ્થળોએથી ૨૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારીઓ ઠેર-ઠેર જુગાર રમી રહ્યા છે. ત્યારે આવા જુગારીઓ પર પોલીસે પણ ધોંસ બોલાવી છે. અને ગઈકાલે એક જ દિવસમાં પાંચ સ્થળોએ રેઈડ કરી ૨૪ પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ ની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઢુવા-માટેલ રોડ,જી.ઇ.બી. ના સબ સ્ટેશન પાછળ કરણભાઇ નારણભાઇ મકવાણાના રહેણાંક મકાન પાછળ જાહેર શેરીમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કરણભાઇ નારણભાઇ મકવાણા (રહે-નવા ઢુવા,જી.ઇ.બી. ના પાવર હાઉસ ની પાછળ તા.વાંકાનેર જી.મોરબી), નીલેશભાઇ પોપટભાઇ ભામાણી (રહે હાલ-નવા ઢુવા,પાવર હાઉસ પાછળ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-સેજકપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર), ધીરજભાઇ ઉર્ફે અજય માવજીભાઇ બાવળીયા (રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-વડીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર), સંજયભાઇ માવજીભાઇ વાળા (રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-પુડલા તા.ચુડા જી.સુરેન્દ્રનગર), રાજુભાઇ પરસોત્તમભાઇ મકવાણા (રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-લીંબડી,ગ્રીન ચોક પાસે તા.લીંબડી જી.સુરેન્દ્રનગર), અજયભાઇ સુરેશભાઇ લીંબડીયા (રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર) તથા વીજયભાઇ ભુપતભાઇ રોજાસરા (રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂપીયા-૧૧,૨૩૦/- તથા ૦૩ મોટર સાયકલના રૂ.૯૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૧,૦૧,૨૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે હશનપર શેરી નં-૨ નાળા વાળી શેરીમા રેઈડ કરી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા સુરેશભાઈ ગોગજીભાઈ ઉધરેજા (રહે.હશનપર તા.વાંકાનેર જી.મોરબી), રવિભાઈ બટુકભાઈ સારલા (રહે.હશનપર તા.વાંકાનેર જી.મોરબી), કિશનભાઇ નાથાભાઇ વિંજવાડીયા (રહે. હશનપર તા.વાંકાનેર જી.મોરબી), જગદીશભાઈ ટપુભાઈ અબાસણીયા (રહે.હશનપર તા.વાંકાનેર જી.મોરબી) તથા વિજયભાઈ મનસુખભાઈ પરસોંડા (રહે.હશનપર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂ.૧૨,૯૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ત્રાજપર ગામ અવેડા પાછળ જાહેર શેરીમા રેઈડ કરી ગેરકાયદેસર રીતે ગંજીપતાના પાના વડે તીન પતીનો જુગાર રમતા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયા (રહે.ત્રાજપર ચોકડી અવેડાની બાજુમાં મોરબી-૨), ભરતભાઇ રમેશભાઇ ઝંઝવાડીયા (રહે.વીશીપરા મામાદેવના મંદિરની પાસે મોરબી), વિશાલભાઇ ગજાભાઇ સાતોલા (રહે.મંગલમ વિસ્તાર મોરબી-૨) તથા સીકંદરભાઇ ઇસ્માઇલભાઇ દાવલીયા (રહે.કુબેર ટોકીઝ પાછળ મફતીયા પરા મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી રોકડા રકમ રૂ-૪૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ચોથા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે ભીમસર વિસ્તાર હનુમાનમંદિર પાસે શેરીમાં રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ધીરૂભાઇ સામજીભાઇ પરમાર (રહે.શિવમ હોસ્પિટલ પાછળના ભાગે ભક્તિનગર સોસાયટી મોરબી-૨), રવિભાઇ જયસુખભાઇ જાલા (રહે.વજેપર ગામ ભંગીવાસ મોરબી) તથા ભાણજીભાઇ પ્રાગજીભાઇ વાધેલા (રહે.જેલરોડ ભંગીવાસ મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૫,૫૫૦/-નનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પાંચમા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે કોસ્મોસીરામીક સામે ખોડીયાર પાર ની પાસે તરફ જતા રસ્તા પર રોડ કાંઠે રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા પ્રકાશભાઈ અજીતભાઈ હળવદીયા (રહે. ઈંન્દીરાનગર પાવર હાઉસ ની બાજુમા મોરબી-૨), રોહીતભાઈ ભુપતભાઈ કુઢીયા (રહે. ઈંન્દીરાનગર પાવર હાઉસ ની બાજુમા મોરબી-૨), અજયભાઈ વલ્લ્ભભાઈ હળવદીયા (રહે.મહેંન્દ્રનગર મહાકાળી ના મંદીર ની પાસે મોરબી-૨), જીગાભાઈ બાબુભાઈ ઓગાણીયા (રહે.હાઉસીગ બોર્ડ જલારામ કરીયાણા ની દુકાન ની બાજુમા મોરબી-૨) તથા સાગરભાઈ રમેશભાઈ હળવદીયા (રહે.ઈંન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા- ૬૪૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!