Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં જુગારીઓની હોડ જામી:એક જ દિવસમાં છ સ્થળોએથી ૨૨ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગારીઓની હોડ જામી:એક જ દિવસમાં છ સ્થળોએથી ૨૨ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં આમ તો શ્રાવણ માસ શરુ થતા જ પત્તાપ્રેમીઓ એક્ટિવ થઈ જતા હોય છે. પરંતુ હાલમાં શ્રાવણ માસ પૂર્વે જ પત્તાપ્રેમીઓને જાણે જુગારમાં વહેલો રસ લાગ્યો હોય તેવું લાગ્યું છે. મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે એક જ દિવસમાં છ સ્થળોએ રેઈડ કરી ૨૨ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મોરબીનાં શનાળા રોડ પર ભકિતનગર સર્કલ પાસે રેઈડ કરી શંકાસ્પદ રીતે ફરતા એક ઈસમને ઓનલાઇન જુગાર રમતા પકડી પાડ્યો હતો. ત્યારે તેની સઘન પુછપરછ કરતા આરોપી વિશાલભાઇ લાલજીભાઇ સોનગ્રા (રહે.મોરબી વજેપર શેરીનં.૨૧)એ જણાવ્યું હતું કે, તેણે અરમાન મેમણ (રહે.ડીસા) પાસેથી જુગાર રમવા માટે આઇ.ડી મેળવી હતી. અને તે ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચેની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર અતુલભાઇ (રહે.ચીખલી) પાસેથી રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને રોકડા રૂ.૧૫૦૦/- તથા વનપ્લસ મોબાઇલ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે જુના ઘુંટુ રોડ શ્રીનાથજી કાંટા સામે રેઈડ કરી જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપતાના પાના વડે તીન પતીનો જુગાર રમતા સવજીભાઇ જીવાભાઇ ચારોલા (રહે. રવાપર રોડ શ્યામ પેલેસ બ્લોક નં.૪૦૨ મોરબી), ગુણવંતભાઇ નારાયણભાઇ પટેલ (રહે. કેનાલ રોડ નિર્મળ સ્કુલની બાજુમા શુભ પેલેસ બ્લોક નં.૨૦૨ મોરબી), કેતનભાઇ નરભેરામભાઇ પનારા (રહે.શનાળા બાયપાસ વૈભવ નગર તુલસીપત્ર એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૧ મોરબી) તથા જલ્પેશભાઇ વિનોદભાઇ ઘોડાસરા (રહે.ગામ-વાંકડા તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રકમ રૂ-૧૧,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ગઈકાલે પેટ્રોલિગ દરમિયાન બાતમી મળી હતી કે, ઢુવા ચોકડી પાસે બે ઈસમો જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જાહેરમાં નસીબ આધારીત જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વરસીંગભાઇ મંગાભાઇ દેકાવાડીયા (રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી), રમેશભાઇ મેહુલભાઇ ડાભી (રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના નવી પીપળી ગામ, સ્મશાન પાછળ રેઈડ કરી જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા બકુલભાઇ હરીભાઇ જેઠલોજા (રહે. નવી પીપળી, તા.જી.મોરબી), પરેશભાઇ પ્રભુભાઇ ઘોડાસરા (રહે. રવાપર રોડ, આલાપ રોડ, ખોડીયાર સોસાયટી, મોરબી-૦૧), પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા (રહે. જેપુર, તા.જી.મોરબી), સુરેશભાઇ નાગજીભાઇ સનારીયા (રહે. ઘુંટુ, જનકપુરી સોસાયટી, તા.જી.મોરબી) તથા ધર્મેન્દ્રભાઇ ત્રિભુવનભાઇ ભોરણીયા (રહે. ઘુંટુ, બસ સ્ટેન્ડની સામે, તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૬૭,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પાંચમા બનાવમાં, ટંકારા પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી નાકા બહાર આવેલ દેવીપુજકવાસ ગોરધનભાઈ સીદાભાઈના મકાનની આગળના ભાગે ખુલ્લી શેરીમાં રેઈડ કરી તુલસીભાઈ ગોરધભાઈ કુંઢીયા (રહે. ટંકારા મોરબીનાકા બહાર દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબી), ચતુરભાઈ તુલસીભાઇ કુંઢીયા (રહે.ટંકારા મોરબીનાકા બહાર દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબી), સુંદરભાઈ લાખાભાઈ કુંઢીયા (રહે. ટંકારા દ્વારકાધીશ સોસાયટી તા.ટંકારા જી.મોરબી) તથા હસમુખભાઈ શીવાભાઈ કુંઢીયા (રહે. ટંકારા મોરબીનાકા બહાર દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સોને રોકડ રૂપીયા ૧૨,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જયારે નાથાભાઈ ગોવાભાઈ કુંઢીયા (રહે. ટંકારા મોરબીનાકા બહાર દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબી), વાસુરભાઈ નવનીતભાઈ કુંઢીયા (રહે. ટંકારા મોરબીનાકા બહાર દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબી) તથા સંજયભાઈ પ્રકાશભાઈ વીકાણી (રહે. ટંકારા મોરબીનાકા બહાર દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સો પોલીસને આવતી જોઈ ફરાર થઈ જતા ત્રણેયને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જયારે છઠ્ઠા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે જાજાસર ગામે કોળી વાસમાં રેઈડ કરી લીમડાનાં ઝાડની નીચે જાહેરમાં જુગાર રમતા સામાભાઇ વિરાભાઇ કારુ (રહે ગામ જાજાસર તા.માળીયા.મીં જી.મોરબી), નવઘણભાઇ મોહનભાઇ કારુ (રહે ગામ જાજાસર તા.માળીયા.મીં જી.મોરબી), વાઘાભાઇ રણછોડભાઇ કારુ (રહે ગામ જાજાસર તા.માળીયા.મીં જી.મોરબી), ઉકાભાઇ દેવાભાઇ સવસેટા (રહે ગામ જાજાસર તા.માળીયા.મીં જી.મોરબી), હકુભાઇ ડાયાભાઇ સોમાણી (રહે ગામ જુના દેવગઢ તા.માળીયા.મીં જી.મોરબી) તથા મનસુખભાઇ જીવાભાઇ કારુ (રહે ગામ નવા દેવગઢ તા.માળીયા.મીં જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી રૂ.૧૩,૫૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!