Saturday, December 28, 2024
HomeGujaratવાડીએ જુગાર રમતા જુગારીઓને હળવદ પોલીસે પકડી પાડ્યા

વાડીએ જુગાર રમતા જુગારીઓને હળવદ પોલીસે પકડી પાડ્યા

હળવદ પોલીસે ફરી એક વાત જુગાર ધામ પકડી પાડયું છે. હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમ તલાવડી વિસ્તારમાં આવેલ લલીતભાઇ નારાયણભાઇ મોરી ચૌહાણની વાડીએ જુગારીઓ જુગાર રમતા હોય જેનાં પર પોલીસે રેઇડ કરી આઠ આરોપીઓને પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં તલાવડી વિસ્તારમાં આવેલ લલીતભાઇ નારાયણભાઇ મોરી ચૌહાણની વાડીએ જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા પ્રહલાદભાઇ સુંદરભાઇ ચૌહાણ, મહેશભાઇ શામજીભાઇ તારબુંદીયા, જગદીશભાઇ અવચરભાઇ કોડીયા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા, ઈશ્વરભાઇ પરસોત્તમભાઇ હડીયલ, લલીતભાઇ નારાયણભાઇ મોરી ચૌહાણ, રસીકભાઇ થોભણભાઇ સોનગ્રા અને લાલજીભાઇ ઠાકર શીભાઇ ડાભીને રોકડા રૂ.1,32,300/- તથા રૂ.35,000ની કિંમતનાં 7 મોબાઇલ ફોન તથા રૂ.50,000ની કિંમતના 2 મોટર સાયકલ એમ કુલ રૂ.2,17,300ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે પકડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!