Thursday, January 9, 2025
HomeGujaratહળવદના વાંકીયામાંથી જુગરનો અખાડો ઝડપાયો: 2.70 લાખની રકમ સાથે 6 જુગારી એલસીબીની...

હળવદના વાંકીયામાંથી જુગરનો અખાડો ઝડપાયો: 2.70 લાખની રકમ સાથે 6 જુગારી એલસીબીની ઝપટે

હળવદ તાલુકાના વાંકીયા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા છ ઇસમોને રૂ. ૨,૭૦,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

કેસની વિગત મુજબ મોરબી એલ.સી.બી.ના પોલિસ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણાને મળેલ બાતમી આધારે હળવદના વાંકીયા ખાતે મહેશભાઇ કરશનભાઇ પટેલ રોટલીયુ તરીકે ઓળખાતી પોતાની વાડીના મકાનમાં માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાથી આ સ્થળે રેઇડ કરતા મહેશભાઇ કરશનભાઇ ખાવડીયા (ઉ.વ. ૪૬) રહે વાંકીયા, મનોજભાઇ હસમુખભાઇ મનીપરા (ઉ.વ. ૩૪) રહે. મોરબી પંચાસર રોડ રાજનગર પાસે ત્રીઍ તીનગર મુળ ગામ કુંભારીયા તા.માળીયા મિ., ભાવેશભાઇ ઉર્ફે જીગો ઉર્ફે ગોલ્ડન ભગવાનજીભાઇ મેરજા (ઉ.વ. ૩૪) રહે. મોરબી પંચાસર રોડ શ્રીમદરાજ સોસાયટી, બાબુ લાલ પસોતમભાઇ ભાલોડીયા (ઉવ. ૬૪) રહે. મોરબી અવનીચોકડી સીયારામ એપાર્ટમેન્ટ પાંચમાં માળે જી.મોરબી, દિનેશભાઇ દયાળજીભાઇ સેરસીયા (ઉ.વ. ૫૦) રહે. મહેન્દ્રનગર સી.એન.જી. પંપ સામે મીલીપાર્ક જી.મોરબી મુળ ગામ રાતાભેર તા.હળવદ જી.મોરબી, ચમનભાઇ ગંગારામભાઇ કારોલીયા (ઉવ. ૬૦) રહે.મોરબી શનાળા રોડ,ઉસીંગ પાસે અવધ-૦૪ સહિતના જુગારીયોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસે પતાપ્રેમીઓના કબ્જામાંથી રૂ.૨,૭૦,૫૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!