રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસે ૫ શકુનિઓને રોકડ રકમ રૂ. ૭૧,૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૪,૮૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે, મોરબી રવાપર નડા રોડ ઇડન હિલ્સ બેંગ્લોજ નં. બી-૪૪ ખાતે જુગાર રમાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે ટંકારા તાલુકાના ઘુનડા સ્વાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયાના બંગ્લામા ગંજીપાના વડે નસીબ અધારે જુગાર રમતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા (રહે મોરબી રવાપર ઘુનડા રોડ ઇડન હિલ્સ બેંગ્લો નં ૪૪ તા ટંકારા જી મોરબી), રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા (રહે.હરીહર નગર રવાપર રોડ મોરબી તા જી મોરબી), હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા (રહે.એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી તા જી મોરબી), કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા (રહે.ઉમા ટાઉનશીપ મોરબી તા જી મોરબી), ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા (રહે.રવાપરચોકડી સુંદરમએપાર્ટમેંટમોરબી તા.જી.મોરબી) નામના ૫ જુગારીઓને રોકડા રૂ ૭૧,૩૦૦/-,મોબાઈલ ફોન તથા જી-જે-૩૬-એફ-૪૨૨૪ નંબરની રૂ.૪,૦૦,૦૦૦/-ની કિંમતની ફોર વ્હીલ કાર મળી કુલ ૪,૮૧,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પાંચેય અરોપીઓવિરૂધ્ધ જુગારધારા કલમ ૪,પ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.