રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવે પ્રોહિબિશન/જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના ચકમપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને ગઈકાલે મળેલ હકીકતના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના ચકમપર ગામેં આવેલ આરોપી અમૃતલાલ રતનશીભાઇ પટેલના મકાનમાં જુગાર રમતા અમૃતલાલ રતનશીભાઇ કાલરીયા, મગનભાઇ ભુદરભાઇ લોરીયા, દિક્ષીતભાઇ મહેશભાઇ માકાસણા, નરભેરામભાઇ ધનજીભાઇ કાલરીયા, ભરતભાઇ ઠાકરશીભાઇ પાંચોટીયા, હિતેન્દ્રભાઇ દલસુખભાઇ ભીમાણી તથા વનરાજસિંહ ગજુભા ઝાલા નામના કુલ સાત ઇસમોને રોકડ રૂ.૮૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.