મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પીએસઆઈ એન. બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન બાતમી મળેલ કે હળવદના ઈશ્વરનગર ગામની બોરીયું તરીકે ઓળખાતી સીમમાં ઈશ્વરનગર ગામે રહેતો ચંદ્રકાંત દેવજીભાઈ પટેલની વાડીની ઓરડી પાસે બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી જુગારધામ ચાલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અધારા, ધર્મેન્દ્રભાઈ વાસુદેવભાઈ માકાસણા, હસમુખભાઈ પ્રભુભાઈ ગણેસીયા, ભરતગીરી રતીગીરી ગોસાઈ, અરવિંદભાઈ મનજીભાઈ અઘારા, રૂપેશ લક્ષ્મણભાઈ કલોલા, શાંતિલાલ નારણભાઈ હુલાણી, ચમન ઘનજીભાઈ બાવરવા અને ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાને રોકડા રૂ.૨,૦૦,૨૦૦/- અને મોબાઈલ નંગ-૯ કિં.રૂ.૨૨,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૨૨,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.