વાંકાનેર નજીક સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને જુગાર રમતા ૧૧ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.
જેમાં વાંકાનેરમાં રાજવડલા ગામની સીમમાં જુગારધામ ચાલુ છે તેવી બાતમી મળતા પોલીસ દ્વારા દરોડો પાડીને જુગાર રમતા ૧૧ શખ્સો હુશેનભાઈ જલાલભાઈ દેકાવાડીયા (ઉવ.૫૯ રહે.લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી), હર્ષદભાઇ પ્રભુભાઇ ખીરૈયા (ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે.વાંકાનેર મીલકોલોની ગોડાઉનરોડ તા.વાંકાનેર જી.મોરબી), કેશુભાઈ છગનભાઈ દેત્રોજા (ઉ.વ.૬૨ ધંધો-મજુરી રહે.નવા રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી), ગણેશભાઇ જીવરાજભાઇ ઓતરાદિયા (ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી), છગનભાઇ રામજીભાઇ જેઠલોજા (ઉ.વ.૬૪ ધંધો મજુરી રહે.મોરબી રવાપરરોડ નિર્મલા સ્કુલની બાજુમા તા.જી.મોરબી), વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી ( ઉ.વ.૬૫ ધંધો મજુરી રહે.વાંકાનેર જીનપરા ભાટીયાશેરી તા.વાંકાનેર જી.મોરબી), બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા (ઉ.વ.૪૯ ધંધો મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી), કાળુભાઈ છગનભાઈ માણસુરીયા (ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે.વાંકાનેર ગાયત્રી મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી), અશોકભાઈ હેમુભાઈ રાતોજા (ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે.રાજકોટ ભગવતીપરા ગાંધીસ્મુતી સોસાયટી તા.જી.રાજકોટ મુળ રહે.જાલીડા તા.વાંકાનેર જી.મોરબી), કમલેષભાઈ મગનભાઈ દેત્રોજા (ઉ.વ.૩૬ ધંધો મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી), કેશુભાઈ પોપટભાઈ માલકીયા (ઉ.વ.૬૦ ધંધો મજુરી રહે.વાંકાનેર વીશીપરા શંકરના મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી) વાળાને કુલ રૂ.૨૫,૪૦૦ ની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.