મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા બાતમીને આધારે નારણકા ગામની સીમમાં ખેવારીયા ગામ જવાના રસ્તે આવેલ વાડીની ઓરડીમાં જુગારની રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસને જોઈ જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જતા બે જુગારી ઝડપાયા હતા અને ચાર નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી મુજબ, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળી કે મોરબી તાલુકાના નારણકા ગામે ખેવારીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ દિલીપભાઈ ગામીની વાડીની ઓરડીમાં મહેશગર ગોસાઈ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળ ઉપર રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન ઓરડીમાં જુગાર રમવા બેઠેલા છ જુગારીઓ પોલીસને જોઈને નાસવા લાગ્યા હતા, જેમાંથી બે જુગારીને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે ચાર ઈસમો ખેતરની ખુલ્લી જગ્યા અને વરસાદી કીચડનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા.
પોલીસ દ્વારા જુગાર રમતા પકડેલ તેમાં જુગારનો અખાડાના સંચાલક આરોપી મહેશગર રેવાગર ગોસાઈ ઉવ.૫૫ રહે. ખેવારીયા ગામ તા.મોરબી તથા દિનેશભાઇ શાંતિલાલ વિલપરા ઉવ.૫૨ રહે. સરવડ તા.માળીયા(મી) એમ બે આરોપીને રોકડા રૂ.૩૦,૪૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ભાગી છુટેલ આરોપીઓ દેવાયતભાઈ આહીર રહે. મેઘપર તા. માળીયા(મી), કરમશીભાઇ ઉર્ફે કાળુભાઇ ઓડીયા રહે. મોરબી, અરવિંદભાઇ ગઢીયા રહે.ભાવપર તા.માળીયા(મી) તથા મુકેશભાઇ પટેલ રહે.ભાવપર તા.માળીયા(મી)વાળાને ફરાર દર્શાવી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે