મોરબી તાલુકાના વાઘપર ગામે ભરતભાઇ ઉર્ફે દાઉદ પોતાના રહેણાંકમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે રેઇડ કરી હતી, જ્યાં મકાન માલીક સહિત જુગાર રમતા ૧૨ ઇસમોને પોલીસે રોકડા રૂ.૭૮,૩૦૦/- સહિતના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે, આરોપી ભરતભાઇ ઉર્ફે દાઉદ પટેલ વાઘપર ગામે પોતાના કબ્જા ભોગવટા વાળા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર જુગાર રમવાના સાધનો પુરા પાડી તેની અવેજીમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા રમાડતા હોય, જેથી તુરંત તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧)ભરતભાઇ ઉર્ફે દાઉદ રામજીભાઇ પટેલ ઉવ-૪૯ રહે. વાઘપર, ૨)સંજયભાઇ કેશુભાઇ પટેલ ઉવ-૪૦ રહે. વાઘપર, ૩)બચુભાઇ જીવરાજભાઇ પટેલ ઉવ-૬૦ રહે. મોરબી પંચાસર રોડ ધરતીપાર્ક સોસાયટી મોરબી, ૪)મનસુખભાઇ ચતુરભાઇ પટેલ ઉવ-૫૫ રહે. વાઘપર તા-જી મોરબી, ૫)વિનોદભાઇ બચુભાઇ પટેલ ઉવ-૫૨ રહે. વાઘપર તા-જી મોરબી, ૬)અરવિંદભાઇ ધનજીભાઇ સુરાણી ઉવ-૫૩ રહે. વાઘપર, ૭)ભરતભાઇ ગાંડુભાઇ પટેલ ઉવ-૪૭ રહે. વાઘપર, ૮)રમેશભાઇ વાલજીભાઇ પટેલ ઉવ-૫૪ રહે. વાઘપર તા-જી મોરબી, ૯)ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા ઉવ-૪૫ રહે. નાગડાવાસ, ૧૦)ગોપાલભાઇ મનજીભાઇ પટેલ ઉવ-૬૫ રહે. વાઘપર, ૧૧)જેશંગભાઇ જશાભાઇ રાઠોડ ઉવ-૬૦ રહે. વિધુતનગર મોરબી, ૧૨)જયસુખભાઇ મોહનભાઇ પટેલ ઉવ-૬૦ રહે.વાઘપર તા-જી મોરબી વાળાને રોકડા રૂ.૭૮,૩૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, હાલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.