રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટિમ જુગાર અંગે પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તેમને મળેલ બાતમી હક્કીતના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના જુના નાગડાવસ ગામે રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા હિતેષભાઇ ભોગીલાલ મહેતા, પ્રશાંતભાઈ ઉર્ફે હકાભાઈ પ્રભાતભાઇ ધ્રાંગા, બિજલભાઈ અણંદાભાઈ સુરેલા, દિલીપભાઇ લાભુભાઈ સુરેલા, જયેશભાઇ ઉર્ફે જયેલો ગગુભાઇ મિચત્રા, માવજીભાઈ સુખાભાઇ રાઠોડ તથા વનરાજભાઇ રામજીભાઈ સરેસા નામના ઇસમોને રોકડ રૂ.૬૯,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એન સગારકા ચલાવી રહ્યા છે.
આ કામગીરી પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મુંધવા તથા અરવિંદભાઈ મકવાણા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા કુલદિપભાઇ કાનગડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા સિધ્ધરાજભાઈ લોખીલ તથા શક્તિસિંહ જાડેજા તથા વિજયભાઈ ડાંગર તથા અજયભાઇ લાવડીયા તથા અર્જુનસિંહ પરમાર તથા યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.