Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં જોન્સનગર માંથી જુગારધામ ઝડપાયું : ૧૧ પત્તાપ્રેમીઓની ધરપકડ

મોરબીનાં જોન્સનગર માંથી જુગારધામ ઝડપાયું : ૧૧ પત્તાપ્રેમીઓની ધરપકડ

મોરબી એલસીબીએ બાતમીનાં આધારે જોન્સનગરમાં ચાલતાં જુગારધામ પર દરોડો કરી ૧૧ ઈસમોને રૂ. ૪.૬૦ લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ લાતી પ્લોટ, જોન્સનગર, ખ્વાજા પેલેસની પાછળ આરોપી ઇમરાન ઇકબાલ જેડા પોતાના કબજા ભોગવટાવાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોવાની બાતમીનાં આધારે દરોડો કરી સ્થળ પરથી આરોપીઓ ઇમરાન ઇકબાલ જેડા (રહે. લાતી પ્લોટ, અવાજા પેલેસની બાજુમાં), હુશેનભાઇ અલારખાભાઇ શેખ(રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ), અસ્લમ સલીમભાઇ ચાનીયા(રહે. કાલીકાપ્લોટ શેરી નં.-૦૨, ઇન્ડીયા પાનની બાજુમાં), આશીફ ઉર્ફે અંજારૂ ઇકબાલભાઇ માડકીયા (રહે. ઘાંચીશેરી, કારકી મજીદ પાસે), અકીલ ઇસ્માઇલ વકાલીયા (રહે. ચંદ્રપુર), ઇસ્માઇલ યારમહમદ બ્લોચ (રહે. મકરાણીવાસ, સબજેલ પાછળ), મસ્તફા દાદુભાઇ દાવલીયા (રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજન શાળા સામે), સંદિપ ઉર્ફે ઉકો જગદિશભાઇ શેરસીયા (રહે. રવાપર, જુનાગામમાં મેઇન શેરી, રામજી મંદિરની પાછળ), ઇરફાન અલારખા ચીચોદર (રહે. સથવારા બોડીંગ પાછળ, કવાર્ટર નંબર -૬૬ હુડકો, પરસોતમયોક પાસે), આશીફભાઇ ગફારભાઇ મોવર (રહે.કાલીકા પ્લોટ સાયન્ટીકફીક રોડ, શેરી નં-૦૧), સિરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા (રહે. સો-ઓરડી શેરી નં-૬) વાળાઓને રોકડ રૂ. ૪,૬૦,૦૦૦/- સાથે જડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઇ વી.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એ.એસ.આઇ. સંજયભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, ભરતભાઇ મિયાત્રા, રણવિરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા, અશોકસિંહ ચુડાસમા વિગેરે રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!