મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ધર્મનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેઇડ પાડી છ શકુની શિષ્યોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૭૯.૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી આદરી છે.
વાવડી રોડ પર આવેલ દિનેશભાઈ કાનજીભાઈ વ્યાસના ધર્મનગરમા આવેલ મકાન નં.૫૭માં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા દિનેશભાઈ વ્યાસના મકાનમાંથી જુગારધામ ઝડપાયું હતું.પોલીસે જુગાર રમતા દિનેશભાઈ કાનજીભાઈ વ્યાસ,ભાવેશભાઈ ઉર્ફે વિજયભાઈ પ્રવીણભાઈ સીતાપરા(રહે. પાવન પાર્ક ખુણા પર સામાકાંઠે મોરબી-૨ મુળ રહે ટીબા તા.ગારીયાધાર જી ભાવનગર), જયંતીલાલ રામજીભાઈ કાવર (રહે. કુબેરનગર શેરી નં.૩ મુળ રહે નાના ભેલા તા.જી.મોરબી), વાલજીભાઈ ડાયાભાઈ રાજપરા (રહે. ઉમા રેસીડન્સી બ્લોક નં.૩૮ મહેદ્રનગર ચોકડી પાસે મોરબી), અમ્રુતભાઈ કુંવરજીભાઈ જગોદરા, મગનભાઈ માવજીભાઈ ભાડજા (રહે. વૈભવ લક્ષ્મી સોસાયટી એકતા એપાર્ટમેન્ટ બ્લોક નં.૩ રવાપર રોડ મોરબી)ને રંગે હાથ ઝડપી લઈ તમામના કબ્જામાંથી રોકડા રૂ.૭૯૩૦૦નો મુદામાલ જપ્ત કરી જુગારધારા કલમ ૪,૫ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


 
                                    






