Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં ત્રણ સ્થળે જુગારધામ ઉપર દરોડા, ૧૨ ઝડપાયા

મોરબીમાં ત્રણ સ્થળે જુગારધામ ઉપર દરોડા, ૧૨ ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણ પહેલા જુગારના હાટડા ઠેક ઠેકાણે ધમધમી ઉઠતા પોલીસે પણ આવા જુગારના હાટડાને પકડી લેવા કાર્યવાહી કરી છે.જેમાં ગઈકાલે મોરબીમાં ત્રણ સ્થળે પોલીસે જુગાર ઉપર દરોડા પાડી બાર જણાને પકડી પાડેલ હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે આરોપીઓ નરેન્દ્રસિંહ અભેસિંહ ઉર્ફે ભરતસિંહ રાઠોડ, શૈલેષભાઈ હકાભાઈ રાવા, ભરતભાઈ બાબુભાઈ વડલેકીયા, સંજયભાઈ કાનાભાઈ ખીંટ, નીલેષભાઈ માધુભાઈ ઉપસરીયાને નવા ધરમપુર ગામે મચ્છોમાતાના મંદીર પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ.૧૬૩૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતા.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે ગઈકાલે આરોપીઓ જુસબભાઇ મામદભાઇ મોવર, ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયાને શક્તિનગર કાવેરી સિરમિક પાછળ જુસબભાઇના ધર પાસે જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા રોકડા રૂપીયા.૫,૭૬૦ સાથે ઝડપી લીધા હતા.

તેમજ મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપીઓ અશોકભાઇ જયંતીભાઇ સાલાણી, પ્રેમજીભાઇ ઉર્ફે નાનુભાઇ નારાયણભાઇ રાણા, અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા, શારદાબેન સુરેશભાઇ કુમાદરા વિજ્યાબેન સુરેશભાઇ જાસલીયાને મોરબીના વીસીપરા રાજ બેકરી સામે ખડીયાપરામાં જાહેર શેરીમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન જુગાર રમતા રોકડા રૂપીયા-૨૯૫૦ સાથે પકડી પાડેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!