Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા અને વરડુસરમાં જુગારના દરોડા:દસ જુગારીઓ પકડાયા છ ફરાર

વાંકાનેરના રાતાવીરડા અને વરડુસરમાં જુગારના દરોડા:દસ જુગારીઓ પકડાયા છ ફરાર

મોરબી : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે પોલીસે રહેણાક મકાનમાં તીનપતીનો જુગાર રમતા દસ ઇસમોને ગંજીપતા તથા રોકડ રૂ.-૬૦,૫૦૦/- તથા મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂપીયા ૩,૧૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પડેલ હતા.વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણને પકડી લીધેલ હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાક મકાનમાં જુગાર અંગે રેઇડ કરી ગંજીપતા તથા પૈસાવતિ જુગાર રમતા જીતુ ઉર્ફે જીતો લાખાભાઇ વીરસોડીયા (ઉવ.૨૭ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી), ઉમેશભાઇ ઉર્ફે લાલો વેલજીભાઇ બાવરવા (ઉવ.૩૨ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી), ધનજીભાઇ દિનેશભાઇ ઉકેડીયા (ઉવ.રર રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી), ભરત ઉર્ફે મુન્નો ભગવાનજીભાઇ ઝીઝુવાડીયા (ઉવ.૩૧ રહે.રાતાવીરડા તા.વાંકોનર જી.મોરબી), મહેશભાઇ જીણભાઇ મેરજીયા (ઉવ.ર૮ રહે.રાતાવીરડા તા.વાંકોનર જી.મોરબી મુળ ગામ અમરનગર તા.કડી જી.મહેસાણા), વિવેકભાઇ દિનેશભાઇ ડોડીયા (ઉવ.ર૩ રહે.હાલ ફીરોજા સીરામિક રાતાવિરડા તા.વાંકાનેર જી.મોરબી), દેવેન્દ્રભાઇ ઓમપ્રકાશ (ઉવ.૩૧ રહે.હાલ રાતાવિરડા કેપરોન સીરામિકમાં મુળ ગામ ગણેશખેડા પોસ્ટ બુડદા તા.પહોરી જી.શીવપુરી રાજય મધ્યપ્રદેશ), ગોંવિદભાઇ ગીરધરભાઇ સરાવાડીયા (રહે માટેલ), દેવજીભાઇ રામસંગ રીબડીયા (રહે રાતાવીરડા) કીશનભાઇ પ્રેમજીભાઇ અબાસણીયા રહેરાતાવિરડાને રોકડ રૂ.૬૦,૫૦૦/-તથા મોબાઇલ ફોન નંગ.-૧૦ તથા વાહનો મળી કુલ રૂપીયા ૩,૧૫,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ પકડી લીધા હતા.

વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઇ આર.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસને મળેલ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ચોરા પાસે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૦,૯૦૦/-મુદામાલ સાથે રમેશભાઇ અમરશીભાઇ મકવાણા (ઉવ.૪૮ હાલ રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ શાહપુર તા.રાધનપુર જી.પાટણ), રોહીતભાઇ નરશીભાઇ નંદાસીયા (ઉવ.૨૮ રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી), મૈયાભાઇ કુકાભાઇ સેવારીયા (ઉવ.૨૭ રહે.વરડુસર તા.વાંકોનર જી.મોરબી) નેપકડી પાડયા હતા. પરંતુ નવઘણભાઇ વજાભાઇ સેટાણીયા પોપટભાઇ સેલાભાઇ ડાભી, લાખાભાઇ નાથાભાઇ ડાભી નાસી છૂટ્યા હતા જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!