મોરબીના રવાપરમાં ઘુનડા રોડ પર કેશવ ગૌશાળા પાસે આવેલ વાડીના મકાનમાં મોરબી એલ.સી.બી.એ રેડ કરી હતી. અને જુગાર રમતા આઠ ઇસમો પૈકી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસે રહેલ રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મોરબીના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અતુલ્કુમાર બંસલએ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાને જરૂરી સુચના આપતા એલસી.બી. પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન તથા સુચના મુજબ એલસી.બી.ના પો.ઇન્સ. એન.બી.ડાભી તથા પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના HC શકિતસિંહ ઝાલા, PC સંજય રાઠોડને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, ધુનડા રોડ કેશવ ગૌશાળા પાસે આવેલ વાડીના મકાનમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સુનિલ બાબુભાઇ પટેલ અને અરવિંદભાઇ ઉર્ફે લાલો ભાણજીભાઇ પાડલીયા મળી આવ્યા હતા. જયારે દીપક રૂગનાથભાઇ એરણીયા, પ્રકાશભાઇ ઉર્ફે પકો પટેલ, શૈલેષ પટેલ, શૈલેષ પટેલ, શૈલેષ પટેલ અને નીતિનભાઇ પટેલ સ્થળ પરથી નાસી છૂટ્યા છે. જયારે પોલીસને સ્થળ પરથી રોકડા રૂ.૮૧,૦૦૦/- તથા મોટર સાઇકલ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.