Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસે બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : મહિલાનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : મહિલાનું મોત

વાંકાનેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભલગામ વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ ઉપર શકતી પરોઠા હાઉસની બાજુમા આવેલ રોડની કટ પાસે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ભલગામ ખાતે રહેતા માલાભાઇ મંગાભાઇ ડેંગડા ગત તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ પોતાની GJ-36-AA-5839 નંબરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઈ તેમની ભાભી સાથે ભલગામ વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે શકતી પરોઠા હાઉસની બાજુમા આવેલ રોડની કટ પાસેથી નંબર વગરના એક હીરોસ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલના ચાલકે પોતાનું મોટરસાઇકલ પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાઇકલને પાછળ ભટકાડી દેતા ફરિયાદીનુ મોટરસાઇકલ નમી જતા તેમની પાછળ બેઠેલ ફરિયાદીના ભાભી વર્ષાબેન રોડ ઉપર પડી જતા તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પીટલમા સારવાર લેતા તા.૨૨/૦૪/૨૦૨૩ ના રોજ સારવારમાથી રજા આપી દીધેલ બાદ ગત તા.૩૦/૦૪/૨૦૨૩ ના ફરીવાર તેમને એકાએક માથામા દુખાવો ઉપડતા બેભાન થતા તેમને સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા માલાભાઇ ડેંગડાએ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!