મોરબીનાં વાવડી રોડ પર ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે C.N.G. ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થતા એક C.N.G. ઓટો રિક્ષાના ચાલકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં જોન્સનગર શેરી નં-૧૧ ખાતે રહેતા સુનિલભાઈ હકાભાઈ પરમારનો નાનો ભાઈ ગઈકાલે પોતાની GJ-36-U-2168 નંબરની C.N.G. ઓટો રિક્ષા લઈ મોરબીનાં વાવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે GJ-36-U-7871 નંબરની C.N.G. ઓટો રિક્ષાનાં ચાલકે પોતાની રીક્ષા પુરપાટ ઝડપે ચલાવી આવી નાયરા પેટ્રોલ પંપ પાસે ફરિયાદીના ભાઈની રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ફરિયાદીનો નાનો ભાઈ નિચે પડી જતા તેને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.